વાઘોડિયા રોડ પર દારૃ વેચતા આરોપીની પાસામાં અટકાયત

વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસામાં મોકલી આપતી પોલીસ

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર દારૃ વેચતા આરોપીની પાસામાં અટકાયત 1 - image

 વડોદરા,વાઘોડિયા રોડ પર વિદેશી દારૃનો ધંધો કરતા આરોપી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

પાણીગેટ પોલીસે કરેલી રેડ દરમિયાન દારૃની ૧૯૨ બોટલ અને મોપેડ મળી આવ્યા હતા. રેડ દરમિયાન આરોપી ભાગી ગયો હતો. જ્યારે ગત ડિસેમ્બર મહિનામાં વિદેશી દારૃની ૨૮૮ બોટલ વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાટીમાંથી કબજે કરી હતી.  આ બંને ગુનામાં સંડોવાયેલા આરોપી  રોહન મહેશભાઇ વસાવા ( રહે. આશાપુરી, વૈકુંઠ - ૧ ની પાછળ, વાઘોડિયા રોડ)ની  પીસીબી પોલીસે પાસા  હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે અગાઉ આઠ ગુના નોંધાયા છે.

જ્યારે અન્ય એક બનાવમાં ચોરીના ત્રણ ગુનામાં  પકડાયેલા આરોપી વિજય હરમાનભાઇ ગોહિલ ( રહે. સોમનાથ નગર, અનગઢ ગામ)ની  પાસા હેઠળ અટકાયત કરી પોલીસે ભૂજ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે અગાઉ  સાત ગુના ચોરીના નોંધાયા છે.


Google NewsGoogle News