Get The App

નવજીવન હાઉસિંગ બોર્ડમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

દારૃ સપ્લાય કરનાર સિકંદરપુરાનો આરોપી વોન્ટેડ : દારૃની ૨૦૪ બોટલ કબજે

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News

 નવજીવન  હાઉસિંગ બોર્ડમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો 1 - imageવડોદરા,નવજીવન હાઉસિંગ બોર્ડમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે દારૃ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો સાગર સંજયભાઇ રસાણીયા પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી,પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસને સાગર મળી આવતા તેના ઘરે તપાસ કરતા દારૃની ૨૦૪ બોટલ કિંમત  રૃપિયા ૨૦,૪૦૦ ની મળી આવી હતી. દારૃ અંગે પૂછતા આરોપી સાગરે જણાવ્યું હતું કે, સિકંદરપુરા ગામે રહેતો સચીન દારૃ આપી  ગયો હતો. જેથી, પોલીસે સચીનને વોન્ટેડ  જાહેર કર્યો છે.  પોલીસે દારૃની ૨૦૪ બોટલ, મોબાઇલ ફોન અને દારૃ વેચાણના ૧૦,૬૦૦ રૃપિયા મળી કુલ રૃપિયા ૩૧,૫૦૦ ની મતા કબજે કરી છે.


Google NewsGoogle News