ડભોઇ રોડ શ્રમજીવી સોસાયટીમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

મોપેડ અને ઘરમાં સંતાડેલી દારૃની ૨૨૫ બોટલ કબજે કરતી પોલીસ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ડભોઇ રોડ શ્રમજીવી સોસાયટીમાં  દારૃ વેચતો આરોપી ઝડપાયો 1 - image

 વડોદરા,ડભોઇ રોડ શ્રમજીવી સોસાયટીમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૃની ૨૨૫ બોટલ કબજે કરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ડભોઇ રોડ શ્રમજીવી સોસાયટીમાં રહેતો જયેશ ઉર્ફે લાલો ઠાકોર પોતાના ઘર અને મોપેડમાં દારૃ સંતાડીને વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા જયેશ ઉર્ફે લાલો મણીલાલ ઠાકોર મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરે અને મોપેડમાં તપાસ કરતાવિદેશી દારૃની ૨૨૫ બોટલ મળી આવી હતી. પોલીસે દારૃ, મોપેડ , મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૃપિયા ૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જ્યારે અન્ય એક આરોપી વિકાસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News