માંજલપુરમાં વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો

કેટલા સમયથી દારૃ વેચતો હતો, તેની તપાસ શરૃ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
માંજલપુરમાં વિદેશી દારૃ વેચતો આરોપી  ઝડપાયો 1 - image

વડોદરા,માંજલપુર વિસ્તારમાં વિદેશી દારૃનું વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરી છે.

 પોલીસ કંટ્રોલ  રૃમ તરફથી માંજલપુર પોલીસને મેસેજ મળ્યો હતો કે, માંજલપુર જ્યુપિટર ચોકડી નજીક મારૃતિધામ સોસાયટી પાસે અંબિકા પ્રોવિઝન સ્ટોરની બહાર એક શખ્સ વ્હાઇટ કલરનું મોપેડ લઇને દારૃનું વેચાણ કરી રહ્યો છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા એક શખ્સ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતા સંજય વિનુભાઇ ચૌહાણ ( રહે. નિર્મળ પાર્ક સોસાયટી, જ્યુપિટર ચોકડી  પાસે, માંજલપુર) હોવાનું જાણવા મળ્યું હતું.  પોલીસે તેના ઘરની પાછળના ભાગે જઇ ઝાડી ઝાંખરામાં તપાસ કરતા વિદેશી દારૃની ત્રણ બોટલ મળી આવી હતી. આરોપી દારૃ ક્યાંથી લાવ્યો ? કેટલા સમયથી  દારૃ વેચે છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News