વડોદરામાં મોબાઇલ ફોન લૂંટારાઓનો આતંક : રાત્રે જમીને ચાલવા નીકળેલી ગૃહિણીના હાથમાંથી મોબાઇલ લૂંટીને ભાગી ગયા

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મોબાઇલ ફોન લૂંટારાઓનો આતંક  : રાત્રે જમીને ચાલવા નીકળેલી ગૃહિણીના હાથમાંથી મોબાઇલ લૂંટીને ભાગી ગયા 1 - image

image : freepik

- રાત્રે જમીને ચાલવા નીકળેલી ચાર ગૃહિણીઓ પૈકી એક ગૃહિણીના હાથમાંથી બાઈક સવાર લુંટારાઓ મોબાઈલ ફોન આંચકીને ભાગી ગયા હતા

વડોદરા,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

માંજલપુર યુવા મોલ પાસે શાશ્વત રેસીડેન્સીમાં રહેતા લીનાબેન રાકેશભાઈ પટેલ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત પહેલી તારીખે રાત્રે 9:00 વાગે જમી પરવારીને માંજલપુર દરબાર ચોકડી થી વડસર તરફ હું તથા દીપિકાબેન, અલ્પાબેન અને સ્નેહાબેન ચાલવા નીકળ્યા હતા. 9:30 વાગે અમે માંજલપુર અંબે સ્કૂલની નજીકમાં આવેલ સ્પોર્ટ્સ એકેડેમી પાસેથી પસાર થતા હતા. તે સમયે સ્પોર્ટ્સ બાઈક લઈને આવેલા બે આરોપીઓ એ પાછળથી આવી મારા હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લઈને તરફ નાસી ગયા હતા.


Google NewsGoogle News