Get The App

વિદ્યાર્થિનીની હત્યા કરનાર આચાર્ય વિહિપનો નેતા ઃ ૪ દિવસના રિમાન્ડ

ઘટનાની મહત્વની કડીઓ મેળવવા, પુરાવા એકઠા કરવા ૧૪ દિવસના રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થિનીની હત્યા કરનાર આચાર્ય વિહિપનો નેતા ઃ ૪ દિવસના  રિમાન્ડ 1 - image

લીમખેડા તા.૨૩ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાની ૬ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીના હત્યારા આચાર્યને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

શિક્ષણ જગતને કલંકિત કરનાર અને શિક્ષકનું નામ લજાવનાર સિંગવડ  તાલુકાના તોયણી ગામના આચાર્ય ગોવિંદ નટ હાલમાં વિશ્વ હિન્દુ પરિષદમાં પંચમહાલ વિભાગના ધર્મચાર્ય પ્રમુખ જેવા  મહત્વનું પદ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. ગત તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ  આચાર્ય ગોવિંદ નટની ગાડીમાં માસૂમ બાળકીને તેની માતાએ આચાર્ય પર ભરોસો મૂકી ગાડીમાં બેસાડી શાળાએ મોકલી હતી. ગાડીમાં બેસાડયા બાદ આચાર્યએ શારીરિક છેડછાડ કરતા બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી જેથી તેને ચૂપ કરવા મોઢું દબાવી હત્યા કરી હતી અને બાદમાં ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં બાળકીને લઈ આવ્યો હતો અને શાળા છૂટયા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે તેમજ તેની સ્કૂલ બેગ ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતાં.

 છ વર્ષની માસૂમ બાળકીના હત્યારા આચાર્ય ગોવિંદ નટની પોલીસે ધરપકડ કરી ઘટનાની મહત્વની કડીઓ મેળવવા અને વધુ પુરાવા એકઠા કરવા માટે આજે સાંજે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે લીમખેડા કોર્ટમાં રજૂ કરતા  કોર્ટે ૪દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. કોઇ વકીલ દ્વારા આ કેસમાં વકીલાતનામું નહીં મૂકાતા કોર્ટે જાતે જ નિર્ણય લઈને આરોપીને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.




Google NewsGoogle News