ટ્રાન્સપોર્ટના ધંધાની આડમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો આરોપી ઝડપાયો

સન રાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં સટ્ટો રમાડતો હતો

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
ટ્રાન્સપોર્ટના ધંધાની આડમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો આરોપી ઝડપાયો 1 - image

 વડોદરા,ટ્રાન્સપોર્ટના ધંધાની આડમાં આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમાડતા આરોપી સહિત ત્રણને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસીપી ઝોન - ૩ એલ.સી.બી.ની ટીમનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,  કપુરાઇ ચોકડી  પાસે કાન્હા આઇકોન કોમ્પલેક્સના પ્રથમ માળે આહિર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કેટલાક લોકો લેપટોપ તેમજ મોબાઇલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા છે. જેથી,  પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ત્રણ વ્યક્તિઓ લેપટોપ અને મોબાઇલ ફોનમાં સર્ચ કરતા હતા. પોલીસે (૧) અમિત લવજીભાઇ સોરઠીયા ( રહે.સુખધામ રેસિડેન્સી, વાઘોડિયા ડભોઇ  રીંગ રોડ, મૂળ રહે. કચ્છ) (૨) જતીન મુકેશભાઇ સોરઠીયા ( રહે. કાન્હા આઇકોન કોમ્પલેક્સ, મૂળ  રહે. અંજાર) તથા (૩) સચિન નવિનભાઇ પરમાર (રહે. મસી સોસાયટી, સુનાવ  રોડ,  પેટલાદ, જિ.આણંદ) મળી આવતા પોલીસે તેઓની પૂછપરછ  હાથ ધરી હતી. અમિત સોરઠીયાએ પોલીસને જણાવ્યું હતું કે, મારી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઓનલાન ક્રિકેટનો સટ્ટો રમવા માટે ભેગા થયા છે. અમિત પોતે આઇ.ડી. તૈયાર કરી ઓનલાઇન સટ્ટો રમાડતો હતો. સનરાઇજ હૈદરાબાદ તથા રાજસ્થાન વચ્ચેની રમાઇ રહેલી મેચ પર તે સટ્ટો રમાડતો હતો. પોલીસે ચાર મોબાઇલ ફોન, લેપટોપ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News