ટ્રક ડ્રાઇવરની હત્યા કરી ક્લિનર ને લૂંટી લેવાના ગુનાના આરોપીઓ રિમાન્ડ પર
આરોપીઓ ડફેર ગેંગના સાગરીતો છે
વડોદરા,હાઇવે પર ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને નિશાન બનાવી લૂંટ કર્યા પછી હત્યા કરતા ડફેર ગેંગના સાગરીતોની મકરપુરા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
મકરપુરા હાઇવે પર મહાસાગર હોટલ નજીક ગત તા.૧૭ મી માર્ચે મોડી રાતે લઘુશંકા માટે ઉભેલા ડ્રાઇવરને ત્રણ આરોપીઓએ પકડીને ડંડા વડે ખૂબ માર માર્યો હતો. આરોપીઓ ડ્રાઇવરનું પર્સ અને મોબાઇલ ફોન લૂંટી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ડફેર ગેેગના (૧) અહેમદ ઉર્ફે ટોડા શકુર મોરી (શિયાણી ગામ, સુરેન્દ્રનગર)(૨) હાજી દાઉદભાઈ મોરી(બાજરડા ગામ, ધંધુકા) અને (૩) કાળુ ઉર્ફેટીનો ઉર્ફે સમીર ઉમરભાઈ ખારાઇ (મીઠાપર ગામ, બાવળા) ને ઝડપી પાડયા હતા. આરોપીઓને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યા હતા. ગત તા. ૨૫ મી એપ્રિલે મકરપુરા વિસ્તારમાં મર્ડરના ગુનામાં પણ પકડાયેલા આરોપીઓની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી આગામી તા.૨૫ મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.