મહિલાનું અપહરણ કરી બળાત્કાર અને લૂંટના બનાવનો સૂત્રધાર પકડાયો

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
મહિલાનું અપહરણ કરી બળાત્કાર અને લૂંટના બનાવનો સૂત્રધાર પકડાયો 1 - image

વડોદરાઃ ગોત્રી રોડ વિસ્તારમાં મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના બનાવમાં સૂત્રધારને પોલીસે ઝડપી પાડયો છે.

મહિલાને રિક્ષામાં ઉપાડી ગયા બાદ કેશ  લૂંટી બળાત્કાર ગુજારવાના બનેલા બનાવ અંગે ગોત્રી પોલીસે અગાઉ સૂત્રધારને મદદ કરનાર બે સાગરીત પ્રકાશ રાઠવા અને જયેશ તડવીને ઝડપી પાડયા હતા.

ફરાર થઇ ગયેલા મુખ્ય સૂત્રધાર હાર્દિક કોલચા(શિવબા નગર,માણેજા)ને શોધવા ગોત્રીના પીઆઇ આર એન પટેલે ટીમ બનાવી હતી.ગઇકાલે હાર્દિક પણ ઝડપાઇ જતાં તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.


Google NewsGoogle News