ગોધરામાં સગીરાનું અપહરણ કરી લૂંટ કરવાના ગુનામાં સજા પામેલો કેદી ઝડપાયો
Crime News Godhara : ગોધરામાં અપહરણ અને લૂંટના ગુનામાં ત્રણ વર્ષની સજા પામેલો કેદી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા વડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
ગોધરામાં વર્ષ-2022 માં પરિવાર સાથે બાઈક પર જતી સગીરાનું અપહરણ કરી 7,000 તેમજ મોબાઇલની લૂંટ કરવાના બનાવમાં પોલીસે નામચીન ગુનેગાર રોશન ઉર્ફે નાનાભાઈ ચૌહાણ બેટીયા ગામ ગોધરાને ઝડપી પાડ્યો હતો.
અપહરણ તેમજ લૂંટના જુદા જુદા છ ગુનાઓમાં સંડોવાયેલા રોશનને કોર્ટે ત્રણ વર્ષની સજા ફરમાવતા તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીને 19મી માર્ચના રોજ દસ દિવસના પેરોલ પર છોડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે હાજર થયો નહોતો.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના પર વોચ રાખી ગોધરા થી 17 કિલોમીટર દૂર ટુવા ગામ પાસે આંતરી લીધો હતો. પોલીસને જોઈ બે કિલોમીટર સુધી ભાગેલા આરોપીનો પીછો કરી ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેલમાં મોકલવા તજવીજ કરવામાં આવી હતી.