વડોદરામાં રીક્ષામાં પેસેન્જરને લુંટતી ગેંગનો સાગરિત પકડાયો, અનેક ગુનાઓમાં સંડોવણી

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રીક્ષામાં પેસેન્જરને લુંટતી ગેંગનો સાગરિત પકડાયો, અનેક ગુનાઓમાં સંડોવણી 1 - image

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં પરીક્ષામાં ફરીને પેસેન્જરને લુટતી ટોળકીના વધુ સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે.

ખેડાના મહેમદાબાદ વિસ્તારમાંથી રિક્ષામાં વડોદરા આવતી ગેંગમાં અગાઉથી જ કેટલાક સભ્યો અને મહિલા પેસેન્જર તરીકે બેસતા હતા તેમજ આ લૂંટારાઓ સામાન્ય મુસાફરોને બેસાડીને લૂંટી લેતા હતા.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીનો ભાંડો ફોડ્યો હતો અને અગાઉ એક મહિલા સહિત ચાર સાગરીતને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં ઈરફાનમીયા સફેમીયા મલેક (ઢાંકણીવાડા,મહેમદાબાદ) નું પણ નામ ખુલ્યું હતું. ઈરફાન હરણી રોડ મીરા સોસાયટી નજીક હોવાની વિગતોને પગલે પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે. ઇરફાન સામે અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઠગાઈના તેમજ જુગારના એક ડઝન જેટલા ગુના નોંધાયેલા છે.


Google NewsGoogle News