વડોદરામાંથી 14 લાખના દારૂ સાથે પકડાયેલો બિશ્નોઇ ગેંગનો સાગરિત પાસા હેઠળ જેલભેગો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાંથી 14 લાખના દારૂ સાથે પકડાયેલો બિશ્નોઇ ગેંગનો સાગરિત પાસા હેઠળ જેલભેગો 1 - image

વડોદરા,તા.09 માર્ચ 2024,શનિવાર

વડોદરામાં દારૂના મોટા ધંધા સાથે સંકળાયેલી બિસનોઈ ગેંગના એક સાગરીતને પોલીસે પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યો છે.

વડોદરાની હરણી પોલીસે છ મહિના પહેલા ગોલ્ડન ચોકડી પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાં ડ્રાઇવર તરીકે બિશ્નોય ગેંગનો સાગરીત ભગીરથ રામ બિશ્નોઇ (સુર્યા પેલેસ સોસાયટી અંકલેશ્વર, મૂળ સાચોર રાજસ્થાન) પકડાયો હતો.

પોલીસ કમિશનરે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવાનો આદેશ કરતા હરણી પોલીસના પીઆઈએ ભગીરથ રામને સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે.


Google NewsGoogle News