અછોડા તોડવાના ત્રણ ગુનામાં પકડાયેલા આરોપીને પાસા

ચોરીના ગુનામાં સામેલ બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
અછોડા તોડવાના ત્રણ ગુનામાં  પકડાયેલા આરોપીને પાસા 1 - image

વડોદરા,અછોડા તોડવાના તથા ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની  પાસા  હેઠળ અટકાયત કરી ભાવનગર અને પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બે આરોપીઓ ભાગી ગયા હતા. જે ગુનામાં પોલીસે આરોપી કબીરસિંગ ઉર્ફે છોટા કબીર જોગીન્દરસિંગ સિક્લીગર ( રહે. સત્યનારાણય સોસાયટી, રણોલી) ને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત અન્ય બે સ્થળે પણ તેને અછોડા તોડયા હતા. તેમજ ૧.૧૨ લાખની ચોરીમાં પણ તેની સંડોવણી હતી. પીસીબી  પોલીસે આરોપીની  પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.

જ્યારે લેપટોપ, એ.સી.ના યુનિટ તથા બેટરી ચોરીના ત્રણ ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ ગોવિંદભાઇ ( રહે. જીવા મામાના મંદિર  પાસે, માંજલપુર, મૂળ રહે. મહેસાણા)  તથા અજય કિશોરભાઇ ( રહે. દશામા મંદિર પાછળ, ગોરવા) ની પાસામાં અટકાયત કરી ભાવનગર અને પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News