હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા

દારૃના ચાર ગુનામાં પકડાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા 1 - image

વડોદરા,હત્યાની કોશિશના ગુનામાં સામેલ તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા  હેઠળ  અટકાયત કરી જિલ્લા બહારની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

હત્યાની કોશિશ અને મારામારીના કેસમાં સંડોવાયેલા આરોપીની બાપોદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી અનુપ ઉર્ફે પપ્પુ લાખાભાઇ ગઢવી ( રહે. સિદ્ધાર્થ  સોસાયટી, નરસિંહ ધામ કોમ્પલેક્સની સામે) ની સામે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ માં ગુનાઓ દાખલ થયા હતા.

જ્યારે અન્ય એક બનાવમાં છાણી  પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પોલીસે આરોપી મોહનસીંગ રણવીરસીંગ શેખાવત ( રહે. અમરનાથ ટેનામેન્ટ, કરોડિયા બાજવા રોડ)ની છાણી પોલીસે પાસા  હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે ગોરવા, પીપલોદ, મંજુસર તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે.


Google NewsGoogle News