પ્રોહિબિશન અને મારામારીના ૨૧ ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા

તાજેતરમાં જ પોલીસે આરોપી કમલ ઉર્ફે કમુને ઝડપી પાડયો હતો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
પ્રોહિબિશન અને મારામારીના ૨૧ ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા 1 - image

 વડોદરા,આજવા રોડ પરથી  દારૃ ભરેલી કાર મળવાના કેસમાં પકડાયેલા સપ્લાયરની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે.

 આજવા રોડ પર આવેલા રામદેવનગર-૨ ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્રી સ્કુલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૃ ભરેલી કાર લઇને કટિંગ માટે ઉભેલા સચીન ઉર્ફે સલંગ ડાહ્યાભાઇ પરમાર ( રહે. રામદેવ નગર - ૧) ને બાપોદ પોલીસે પીછો કરીને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૃ સહિત ૪.૦૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે બૂટલેગર  કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન પીસીબી પોલીસે કમલ ઉર્ફે કમુને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે તેની પાસા  હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપ્યો છે.


Google NewsGoogle News