વાહન ચોરીના ૨૦ ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત
મારામારીના બે ગુનામાં પકડાયેલા આરોપીને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી આપ્યો
વડોદરા,મારામારી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર અને પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ફતેગંજ મિલીટ્રી બોય્ઝ ચાર રસ્તા પાસે ફૂટપાથ પરથી તથા વી.આઇ.પી.રોડ અપેક્ષા સોસાયટીની બહાર રોડ પરથી બાઇક ચોરી કરવાના ગુનામાં પોલીસે આરોપી રણજીત કનુભાઇ વાદી ( રહે. વી.એમ.સી.ક્વાટર્સ, છાણી જકાત નાકા) ને ઝડપી પાડયો હતો. આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે ૨૦ ગુનાઓ નોંધાયા છે.
જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના બે ગુનામાં સામેલ આરોપી ઉજ્જવલ ઉર્ફે છુટકુ અશોકભાઇ વાઘેલા ( રહે. પાવન પાર્ક, નવાયાર્ડ, ફતેગંજ)ની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે