રસ્તા વચ્ચે ઝઘડો કરતો આરોપી બાઇક સાથે અથડાતા મારામારી

આરોપીઓ બાઇક ચાલકના ઘરે જઇને તેની માતા સાથે પણ ઝઘડો કર્યો

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
રસ્તા વચ્ચે ઝઘડો કરતો આરોપી બાઇક સાથે અથડાતા મારામારી 1 - image

 વડોદરા,માંજલપુર અલવા નાકા પાસે રસ્તા વચ્ચે ઝઘડો કરતા યુવકો બાઇક સવાર સાથે અથડાયા હતા. આરોપીઓએ બાઇક સવારને માર મારતા તેણે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર અલવા નાકા કબીરધામ નગરમાં રહેતો વિષ્ણુ ભાઇલાલભાઇ માળી છૂટક મજૂરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૨મી એ રાતે નવ વાગ્યે હું તથા મારો ભાઇ યોગેશ માળી મારા મિત્ર અમર માળીની બાઇક લઇને સરસ્વતી ચાર  રસ્તા ગયા હતા. મારૃં કામ પતાવીને રાતે દશ વાગ્યે હું ઘરે જતો હતો. તે સમયે અલવા નાકા  કોતર તલાવડી પાસે જયલો રાજપૂત તથા જે.ડી. કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે તકરાર કરતા હતા. ઝઘડો કરતા તેઓ રસ્તા પર આવી જતા જયલો રાજપૂત મારી બાઇક સાથે અથડાયો હતો. તેણે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. તેવામાં જે.ડી.પણ ત્યાં આવી જતા બંનેએ મને માર માર્યો હતો.જે.ડી.એ મને ધમકી આપી હતી કે, તું રોડ પર ફરીથી દેખાયો તો જાનથી મારી નાંખીશ. ત્યારબાદ જયલો  રાજપૂત, જે.ડી.તથા વિશાલ બાટલો મારા ઘર પાસે આવીને મારી મમ્મી સાથે પણ ઝઘડો કર્યો હતો.


Google NewsGoogle News