ટ્રેનમાં મુસાફરોનો સામાન ચોરી કરવાના કેસમાં આરોપીને પાસા
દારૃના ગુનામાં સામેલ આરોપીની પાસા હેઠળ અટકાયત
વડોદરા,ટ્રેનમાં મુસાફરી કરતા લોકોનો સામાન ચોરી કરનાર તથા દારૃના ગુનામાં સામેલ એક આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી વિરનકુમાર શ્યામ નારાયણ યાદવ ( રહે. વેસ્ટ કમલ વિહાર, કરાવલ નગર, પૂર્વ દિલ્હી, હાલ રહે. યુ.પી.)ને પોલીસે ઝડપી પાડયો હતો. તેની સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં બે અને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં દારૃના ગુનામાં સામેલ આરોપી સાહિદ ઉર્ફે એ.ટી.એમ. મુસ્તકીમ શેખ ( રહે. ચાચા નહેરૃ નગર, કમલાનગર તળાવ પાસે, આજવા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે સમા પોલીસ સ્ટેશનમાં દારૃનો ગુનો નોંધાયો છે. તેની સામે અગાઉ દારૃ અને મારામારીના ગુના નોંધાયા છે.