Get The App

ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો આરોપી ઝડપાયો

ક્રિકેટ સટ્ટો રમવા માટે આઇ.ડી.આપનાર ત્રણ આરોપી વોન્ટેડ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,પાદરામાં ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા સટોડિયાને પોલીસે ઝડપી પાડયો છે.  જ્યારે સટ્ટો રમવા માટે આઇ.ડી.આપનાર ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

તાલુકા  પોલીસને માહિતી મળી હતી કે, પાદરા ટ ાઉનમાં રહેતો સિદ્ધાર્થ કિરણભાઇ પટેલ ભાયલી ગામે ટી.પી. રોડ પર આવેલા બોમ્બે કમ્ફર્ટ શોપિંગની સામે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ જોઇને મોબાઇલ ફોનમાં આઇ.ડી.દ્વારા સટ્ટો  રમાડી રહ્યો છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા સિદ્ધાર્થ કિરણભાઇ પટેલ ( રહે. મિલનકુંજ સોસાયટી, પાદરા) મળી આવ્યો હતો. સટ્ટાના આઇ.ડી. અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, આઇ.ડી. પાદરા સેન્ટ્રલ બિલ્ડિંગની સામે રહેતા સલીમ જાનીએ આપ્યો છે. તેના મોબાઇલ ફોનમાં અલગ - અલગ ૮ આઇ.ડી. મળી આવ્યા હતા. જે આઇ.ડી. વડોદરાના કિરણ પ્રવિણભાઇ જીંગર તથા પાદરાની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા  જુબેર યુસુફભાઇ ગરાસીયાએ આપ્યા  હોવાનું જણાવ્યું હતું.


Google NewsGoogle News