આજવા-વાઘોડિયારોડ વિસ્તારમાં મકાનમાં ચોરી કર્યા બાદ દુકાનદાર દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર ઝડપાયો

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
આજવા-વાઘોડિયારોડ વિસ્તારમાં   મકાનમાં ચોરી કર્યા બાદ દુકાનદાર દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર ઝડપાયો 1 - image

વડોદરાઃ આજવા-વાઘોડિયા રોડ વિસ્તારમાં ચોરી અને લૂંટના ઉપરાછાપરી  બે ગુના આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

વાઘોડિયા રોડ વિસ્તારમાં ગઇ તા.૩૦મીએ બંધ મકાનના તાળાં તોડી ટીવી,રોકડ અને ચાંદીના દાગીના ઉઠાવી જવાનો બનાવ બન્યો હતો.જ્યારે,ત્યારબાદ આજવા-વાઘોડિયારોડ વિસ્તારની દુકાનમાં દંપતી પર હુમલો કરી રોકડા રૃ.૮૮૦ અને ચાંદીના મંગળસૂત્રની લૂંટનો બનાવ બન્યો હતો.

આ ગુનામાં ક્રાઇમ  બ્રાન્ચની ટીમે સીસીટીવી તેમજ અન્ય સોર્સ મારફતે સર્વેલન્સ કરી કિશનવાડી વુડાના મકાનમાં રહેતા રાહુલ ઉર્ફે ધુપેશ અશ્વિનભાઇ  બારોટને ઝડપી પાડયો છે.રાહુલ સામે અગાઉ પણ લૂંટ, ચોરી,જુગાર,દારૃ જેવા સાત ગુના નોંધાયેલા છે.


Google NewsGoogle News