Get The App

વડોદરા કોર્પોરેશનની આવશ્યક સેવાઓ દિવાળીની રજાઓમાં ચાલુ રાખવા ખાતા અધિકારીને તાકીદ

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની આવશ્યક સેવાઓ દિવાળીની રજાઓમાં ચાલુ રાખવા ખાતા અધિકારીને તાકીદ 1 - image


વિભાગીય વડાઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના અપાઈ

વડોદરા, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શનિ રવિવારની રજા અને સોમવારે પડતર દિવસની રજા બાદ દિવાળી તહેવારને અનુલક્ષીને વડોદરા તા.૧૫ એટલે કે બુધવાર સુધી પાંચ દિવસનું મીની વેકેશન છે. આ દિવસોમાં જરૂરી સેવાઓ ચાલુ રહે તે માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ દિવસો દરમિયાન આવશ્યક સેવાઓ રાબેતા મુજબની ચાલુ રહે તે માટે જરૂરી વ્યવસ્થા જે તે ખાતાના વડા અધિકારી ને કરવા સુચના અપાઈ છે. ખાતાના મુખ્ય અધિકારીઓએ પરવાનગી સિવાય હેડ કવાર્ટર નહિ છોડવા અને જો અનિવાર્ય કારણોને લીધે હેડ કવાર્ટર છોડવું પડે તેમ હોય તો તેના બદલે બીજા કયા અધિકારી ચાર્જમાં રહેશે તેમના નામ સાથે જણાવી અગાઉથી પરવાનગી લીધા બાદ હેડ કવાર્ટર છોડવું તેવી તાકીદ કરવામાં આવી છે. 

કોર્પોરેશનના કામકાજની દ્રષ્ટિએ દરેક આવશ્યક ખાતાએ રજા દરમિયાન એક જવાબદાર કર્મચારી વારાફરતી રહે તેવો પ્રબંધ જે તે ખાતાના વડા અધિકારી ને કરવા કહ્યું છે. આ સંદર્ભે કોર્પોરેશન નો એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News