Get The App

હરણી બોટ દુર્ઘટનામાં પકડાયેલા કોટિયા પ્રોજેક્ટના ત્રણ ભાગીદારોના 164 મુજબ નિવેદન લેવાયા

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
હરણી બોટ દુર્ઘટનામાં પકડાયેલા કોટિયા પ્રોજેક્ટના ત્રણ ભાગીદારોના 164 મુજબ નિવેદન લેવાયા 1 - image

વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાના બોટ દુર્ઘટનાના ગોઝારા બનાવમાં પકડાયેલા કોન્ટ્રાક્ટ કંપનીના ત્રણ પાર્ટનરના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા હતા.

14 નિર્દોષોનો ભોગ લેનાર હોડી દુર્ઘટનામાં પોલીસ કમિશનરે રચેલી સીટ દ્વારા અત્યાર સુધી છ ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કોટિયા પ્રોજેક્ટના ત્રણ પાર્ટનર, મેનેજર અને બોટના બે ઓપરેટરનો સમાવેશ થાય છે.પોલીસ તમામને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરી રહી છે.

 આ પૈકી પ્રોજેક્ટના ભાગીદાર રશ્મિકાંત પ્રજાપતિ, વેદ પ્રકાશ યાદવ અને ભીમસિંહ યાદવને કોર્ટ સમક્ષ રજૂ કરી બંધ બારણે કલમ 164 મુજબ નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News