Get The App

હાઇડ્રો ક્રેનની અડફેટે ૪૫ વર્ષના શખ્સનું કરૃણ મોત

અકસ્માત બાદ હાઇડ્રો ક્રેન મૂકીને ચાલક ફરાર થઇ ગયો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
હાઇડ્રો ક્રેનની અડફેટે ૪૫ વર્ષના શખ્સનું કરૃણ મોત 1 - image

, તા.24 પોર જીઆઇડીસીમાં એક હાઇડ્રો ક્રેનની અડફેટે ૪૫ વર્ષના શખ્સનું મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના બામણગામમાં રોહિત ફળિયામાં રહેતો મહેશ ગોવિંદ રોહિત (ઉ.વ.૪૫) પોરમાં રહેતા ભાઇલાલ જીવાભાઇ સિંધા સાથે પોર જીઆઇડીસીમાં માળીનો ધંધો કરે છે. આજે સવારે મહેશ જીઆઇડીસીમાં આવેલી એસસીડબલ્યું કંપની સામેથી પસાર થતો હતો ત્યારે એક હાઇડ્રો ક્રેને અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. બીજી બાજુ અકસ્માત બાદ હાઇડ્રો ક્રેન મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News