વડોદરા વાઘોડિયા હાઇવે પર અકસ્માત : બે કાર પલટી જતા એકનું મોત

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
વડોદરા વાઘોડિયા હાઇવે પર અકસ્માત : બે કાર પલટી જતા એકનું મોત 1 - image


- ગંભીર અકસ્માતમાં છ શખ્સોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા

વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરા વાઘોડિયા રોડ ઉપર આમોદર ગામ પાસે ગઈકાલે બપોરે પુરપાટઝડપે જતી એક કારના ચાલકે પોતાની કાર આગળ જતી સ્કોડા ગાડી સાથે ઓવરટેક કરતી વખતે અથાડી હતી. આ વખતે બંને કાર અકસ્માતના કારણે પલટી ખાધી હતી. જેમાં એક કારના ચાલક અશોક ઉર્ફે ઉસ્તાદ રામસ્વરૂપ પરીયા ઠાકોર રહે રણછોડનગર સમાસાવલી રોડનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે સ્કોડામાં બેસેલ કોલેજના વિદ્યાર્થી પ્રિન્સ મુસ્તાક નાથાણી સહિત છ જણાને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News