વરણામા પાસે હાઇવે ઉપર વાહનની ટક્કરે આધેડનું મોત

અમદાવાદના રહીશ ટ્રાન્સપોર્ટની ટ્રક લઇને ભરૃચ ગયા હતા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વરણામા પાસે હાઇવે ઉપર વાહનની ટક્કરે આધેડનું મોત 1 - image

વડોદરા, તા.2 વડોદરા નજીક વરણામા પાસેના નેશનલ હાઇવે પર રાત્રે એક અજાણ્યા વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતાં ટ્રકના ચાલકનું કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે મૂળ મહેસાણા જિલ્લાના પરંતુ હાલ અમદાવાદમાં નવાનરોડા ખાતે પેરેડાઇઝપાર્કમાં રહેતા વિજય જોયતારામ પટેલ અમદાવાદમાં સિધ્ધિ વિનાયક ટ્રાન્સપોર્ટ, સરખેજની ટ્રક ચલાવતા હતાં. તેઓ ટ્રાન્સપોર્ટની ટ્રક લઇને અમદાવાદથી ભરૃચ ગયા હતાં.  તેમની મોટા પુત્ર નવલ સાથે વાત થઇ હતી અને પોતે વડોદરા છે તેમ જણાવ્યું હતું.

દરમિયાન રાત્રે નવલ પર ફોન આવ્યો હતો કે પિતા વિજયભાઇનું વરણામા પાસેના હાઇવે પર પૂરપાટઝડપે જતાં કોઇ વાહનની અડફેટે કરૃણ મોત નિપજ્યું છે. આ સમાચાર બાદ નવલ તુરંત પોર સરકારી હોસ્પિટલ સંબંધીઓ સાથે દોડી આવ્યો હતો. આ અંગે વરણામા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News