કૂતરાને બચાવવા જતા બાઇક પરથી પટકાતા યુવાનનું મોત

નોકરી પરથી છૂટીને વાઘોડિયારોડ વિસ્તારનો યુવાન ઘેર જતો હતો

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
કૂતરાને બચાવવા જતા બાઇક પરથી પટકાતા યુવાનનું મોત 1 - image

વડોદરા, તા.25 વડોદરા-વાઘોડિયારોડ પર પીપળીયા ગામ પાસે રોડ પર દોડી આવેલા એક કૂતરાને બચાવવા જતા બાઇક સાથે રોડ પર ફંગોળાયેલા યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે વડોદરામાં પરિવાર ચોકડી પાસે રાજદીપ સોસાયટીમાં રહેતા સંજય ખીમજીભાઇ જેઠવાનો મોટો પુત્ર જયદીપ વાઘોડિયા જીઆઇડીસીમાં ગોપાલ નમકીન એજન્સીમાં નોકરી કરતો હતો. ગઇરાત્રે નોકરી પરથી છૂટીને તે બાઇક પર ઘેર આવવા નીકળ્યો  હતો. દરમિયાન પીપળીયા નવીનગરી પેટ્રોલપંપની સામે રોડ પરથી પસાર થતી વખતે અચાનક એક કૂતરું રોડ પર આવતાં તેને બચાવવા જતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સાથે જયદીપ પણ રોડ પર ફંગોળાયો હતો.

ઇજાગ્રસ્ત જયદીપને સારવાર માટે લીમડા ખાતેની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વાઘોડિયા પોલીેસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News