Get The App

હાઇવે પરના બમ્પના કારણે અકસ્માત ઃ બાઇકચાલકનું મોત

વાઘોડિયા-વડોદરા હાઇવે પર બમ્પ કૂદાવતા કાબૂ ગુમાવ્યો ઃ આગળ જતા વાહન સાથે બાઇક અથડાઇ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
હાઇવે પરના બમ્પના કારણે અકસ્માત ઃ બાઇકચાલકનું મોત 1 - image

વડોદરા, તા.7 વાઘોડિયા-વડોદરારોડ પરના એક બમ્પ પર કાબૂમાં નહી રહેતા આગળ જતા અન્ય વાહન સાથે બાઇક અથડાતા પટકાયેલા બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા થતાં તેનું કરુણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે હાલોલ તાલુકાના નવાકૂવા ગામે મહુડી ફળિયામાં રહેતો વિનોદ છેલાભાઇ રાઠવા (ઉ.વ.૩૦) પોર ખાતે વિક્રાંત સિક્યુરિટિ કંપનીમાં નોકરી કરતો હતો. તા.૫ની રાત્રે તે બાઇક પર  વાઘોડિયા-વડોદરા સ્ટેટ હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે કેસરબા દવાખાના જવાના નાકા પાસે અચાનક રોડ પરનો એક બમ્પ કૂદાવતી વખતે બાઇક પર કાબૂ રહ્યો ન હતો અને આગળ જતા એક વાહન સાથે પાછળથી બાઇક અથડાતા વિનોદને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માત બાદ વિનોદને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિનોદને ચાર સંતાનો છે જેમણે પિતાનું છત્ર ગુમાવ્યું  હતું. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  હતી.




Google NewsGoogle News