દાતિયા ગામ પાસે ટેન્કર અને છકડા વચ્ચે અકસ્માત : બે વ્યક્તિનાં મોત

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
દાતિયા ગામ પાસે ટેન્કર અને છકડા વચ્ચે અકસ્માત : બે વ્યક્તિનાં મોત 1 - image


ચાલક સહિત બે વ્યક્તિને ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાયા

લીમખેડા ,દાહોદ: લીમખેડા તાલુકાના દાતિયા ગામ પાસે હાઇવે પર ગત રાત્રે ટેન્કર અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છકડામાં સવાર ચાલક સહિત ૪ મુસાફરોને  ઈજા થઈ હતી.જે પૈકી  થયેલી ગંભીર ઈજાના પગલે એક મહિલા સહિત બેના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ચાલક સહિત બે  વ્યક્તિઓને ઈજા થઈ  હતી.

લીમખેડાના ખીરખાઈ ગામે આવેલા ટેકરા ફળિયામાં રહેતા મહેશ દીપસિંગ વડેલ ગઈકાલે રાત્રે ૮ઃ૧૫ વાગે લીમખેડાથી પોતાનો  છકડો લઈ ઘરે ખીરખાઈ ગામે જવાનીકળ્યો હતો એ દરમિયાન રસ્તામાં લીમખેડાથી તેના ગામના જ પર્વત ભાઈ નાનસિંગભાઈ મેડા તથા ચંપાબેન પર્વતભાઈ મેડા અને મેહુલભાઈ પર્વતભાઈ મેડા  ત્રણેય છકડામાં બેસી ખિરખાઈ ગામે જઈ રહ્યા હતા.

તે સમયે  દાંતિયા ગામ પાસે હાઈવે રસ્તા ઉપર  રેલવે ગરનાળાથી થોડેક આગળ જતા પાછળથી પૂર ઝડપે હંકારી આવેલા  ટેન્કરના ચાલકે છકડાની ઓવરટેક કરવા જતા ટેન્કરની એંગલ છકડાની ખાલી સાઈડે ભરાઈ જતા છકડો ટેન્કરની સાથે ઘસડાવવા લાગ્યો હતો.તેથી છકડામાં બેઠેલા પર્વતભાઈ મેડા અને ચંપાબેન મેડા તથા મેહુલ ભાઈ મેડા છકડામાંથી બહાર ફંગોળાઈ જઈ રોડ પર પટકાયા હતા.છકડા ચાલક મહેશ વડેલે છકડાનું સ્ટિયરીંગ પકડી રાખતા છકડો પલટી ખાતા રહી ગયો હતો.

ટેન્કર ચાલક તેનું ટેન્કર ઉભું રાખી ભાગી છૂટયો હતો.ટેન્કર અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ખીરખાઈ ગામના પર્વતભાઈ નાનસિંગ ભાઈ મેડા (ઉં.વ.૩૭) તથા ચંપાબેન પર્વતભાઈ મેડા ઉં.વ ૩૯) નું ગંભીર ઇજાથી સ્થળ પર જ મોત થયું હતું.મેહુલ ભાઈ પર્વત મેડાને તથા ચાલક મહેશ દીપસિંગ વડેલને નાની મોટી ઈજા થઈ હતી.જે પૈકી મેહુલ ભાઈને લીમખેડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદની જનરલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.ખીરખાઈ ગામના મહેશ દિપસિંગ વડેલે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News