પોર પાસે એસ.ટી., આયશર અને ટ્રેલર કન્ટેનર વચ્ચે અકસ્માત

પાંચ થી છ કિલોમીટરનો ટ્રાફિક જામ : 20 થી 25 લોકોને ઇજા

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News

 પોર પાસે એસ.ટી., આયશર અને ટ્રેલર કન્ટેનર વચ્ચે અકસ્માત 1 - imageવડોદરા,શહેર નજીક પોર ગામ હાઇવે પર રાતે એસ.ટી.બસ, આયશર અને  ટ્રેલર  વચ્ચે અકસ્માત થતા 8 થી  10 લોકોને  ઓછીવત્તી ઇજા થઇ હતી. જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર  ટ્રાફિક જામ થઇ  ગયો હતો. 

મળતી માહિતી મુજબ, આજે રાતે સાધલીથી એક એસ.ટી.બસ કિર્તિ સ્થંભ તરફ આવતી હતી. તે સમયે પોર નજીક  હાઇવે પર એસ.ટી.બસ, આયશર અને  ટ્રેલર  વચ્ચે અકસ્માત થતા બસમાં બેસેલા મુસાફરો સહિત 8 થી 10   લોકોને  ઓછીવત્તી ઇજા પહોંચી  હતી. જેમાં બસના ડ્રાઇવર અને કંડક્ટરનો  પણ સમાવેશ થાય છે. અકસ્માતના પગલે હાઇવે પર પાંચ થી છ કિલોમીટરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે વરણામા  પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને  ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.


Google NewsGoogle News