Get The App

લાંચકાંડમાં કોર્પોરેશનની દબાણ શાખાના ૧૦ કર્મીને એસીબીનું તેડું

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
લાંચકાંડમાં કોર્પોરેશનની દબાણ શાખાના ૧૦ કર્મીને એસીબીનું તેડું 1 - image


ફોલ્ડર અને સુપરવાઇઝરની ધરપકડ બાદ

ઘ-૫ સર્કલ પાસે ફાસ્ટફૂડની લારીનું દબાણ નહીં હટાવવા માટે વચેટીયા મારફતે લાંચ માંગવામાં આવી હતી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ઘ-૫ સર્કલ પાસે ફાસ્ટ ફૂડની લારીનું દબાણ નહીં હટાવવા માટે ૫૦૦ રૃપિયાની લાંચ લેવા મામલે કોર્પોરેશનની દબાણ શાખાના સુપરવાઇઝર અને તેના ફોલ્ડરની ધરપકડ બાદ હવે એસીબીએ દબાણ શાખાના દસેક જેટલા અધિકારી કર્મચારીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમને નોટિસ પણ આપી દેવામાં આવી છે.

ગાંધીનગરના ઘ પાંચ સર્કલ પાસે ફાસ્ટફૂડની લારી ચલાવતા વેપારી પાસેથી દબાણ શાખાના સુપરવાઇઝર કનકસિંહ વાઘેલા દ્વારા વચેટીયા મારફતે ૫૦૦ રૃપિયાની લાંચ માંગવામાં આવી હતી. જોકે ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને ઘ પાંચ પાસેથી વચેટીયા ઘનશ્યામસિંહ કાળુસિંહ ચાવડાને ૫૦૦ રૃપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે સુપરવાઇઝર કનકસિંહ વાઘેલા સામે એસીબી દ્વારા ગુનો દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ સુપરવાઇઝરને એસીબી દ્વારા રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો ત્યારે દબાણ શાખામાં દબાણ નહીં હટાવવા મામલે લેવામાં આવતી લાંચ અંગે ઘણી વિગત બહાર આવી હતી. જો કે તેના રિમાન્ડ પૂરા થઈ જતા જેલ હવાલે મોકલી દેવામાં આવ્યો હતો ત્યારે હવે એસીબી દ્વારા મહાનગરપાલિકાની દબાણ શાખાના દસેક જેટલા કર્મચારીઓને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને આ લાંચ સંબંધિત ચાલી રહેલા નેટવર્કના તાર મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News