બૂટલેગર સાથે સાંઠગાંઠ રાખનાર એ.સી.બી.ના કોન્સ્ટેબલની પોરબંદર બદલી

શહેરના ત્રણ પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
બૂટલેગર સાથે સાંઠગાંઠ રાખનાર એ.સી.બી.ના કોન્સ્ટેબલની પોરબંદર બદલી 1 - image

 વડોદરા,નંદેસરીમાં હાઇડ્રોલિક સિસ્ટમવાળું દારૃનું ગોડાઉન પકડાવાના કેસમાં ચાર પોલીસ કર્મચારીઓની બૂટલેગર સાથેની સાંઠગાંઠ ખૂલતાં ચારેયની  બદલી કરવામાં આવી હતી. જે પૈકીએક કોન્સ્ટેબલ એ.સી.બી.માં ફરજ બજાવતો હતો. તેની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.

નંદેસરી વિસ્તારમાં રામપુરા ગામે પીસીબીએ દરોડો પાડી ભોંયરામાંથી રૃ.૧૪.૯૨ લાખનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. આરોપી  મહેશ ઉર્ફે ભુરીયાએ ફ્લોર પર બેસાડેલી ટાઇલ્સની કિનારીએ પતરાંની ચિપ્સ લગાવી હતી.બંને ટાઇલ્સ નીચે ચોરસ પ્લેટ  હતી અને તેનું ચોરખાનું ખોલવા હાઇડ્રોલિક પંપનો ઉપયોગ કરવામાં આવતો હતો.આ પંપ બીજા રૃમમાં મુકેલો હોવાથી તેને ઓપરેટ કરીને  ભોંયરું ખોલવામાં આવતું હતું. આ બનાવમાં પોલીસની તપાસ દરમિયાન આરોપી મહેશ ભૂરિયા સાથે વાતચીત કરી સાંઠગાંઠ રાખનાર ચાર પોલીસ કર્મચારીઓના નામ ખૂલ્યા  હતા. તેઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. જેમાં જવાહરનગરના હે.કો. ભૂપેન્દ્ર સિંહ જસવંતસિંહ,નંદેસરીના હે.કો. ભાવેશ ચૌધરી,છાણીના હે.કો. હંસાભાઇ ચૌધરી અને એસીબી ગ્રામ્યના હે.કો. મહેન્દ્રસિંહ તળપદાનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર વિરૃદ્ધની કાર્યવાહી કરતી એ.સી.બી. બ્રાંચના  કોન્સ્ટેબલની આવા કેસમાં સંડોવણીની ગંભીર નોંધ લેવાઇ હતી. મહેન્દ્રસિંહની ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગરથી તેની જિલ્લા બહાર પોરબંદર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.



એ.સી.બી. અને સી.આઇ.ડી.જેવી બ્રાંચમાં 

અધિકારીઓ બદલાય પણ કેટલાક કોન્સ્ટેબલની બદલી થતી જ નથી

કેટલાક પોલીસ કર્મચારીઓ ડેપ્યૂટેશન પર આવ્યા પછી પરત જતા નથી

 વડોદરા,શુક્રવારએક જ સ્થળે ચાર વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાના ચૂંટણી આયોગના પત્ર છતાંય એવા ઘણા કર્મચારીઓ છે. જેઓ એક જ બ્રાંચમાં છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવી રહ્યા છે.  પરંતુ, તેઓની બદલી થઇ નથી. કેટલાક કર્મચારીઓ તો એવા છે કે, જેઓ ૮ થી ૧૦ વર્ષથી ફરજ બજાવે છે. એ.સી.બી.ના કર્મચારીની બદલીના પગલે એવી ચર્ચાઓ પોલીસ બેડામાં શરૃ થઇ છે. એ.સી.બી.માં જ કેટલાક કર્મચારીઓ એવા છે. જે વર્ષોથી ત્યાં જ ફરજ બજાવી રહ્યા છે.  આ ઉપરાંત સી.આઇ.ડી.માં પણ કેટલાક કર્મચારીઓ એવા છે. જેઓ ૪ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવે છે. ડેપ્યૂટેશન પર આવી બ્રાંચમાં નિમણૂંક પામ્યા પછી આવા  કર્મચારીઓ જવાનું નામ લેતા નથી. ઉપરી અધિકારીઓ  પણ આવા કર્મચારીઓ તરફ આંખ આડા કાન કરી રહ્યા છે.


Google NewsGoogle News