ટ્રાફિક પોલીસની ગેરહાજરીના કારણે ચક્કાજામ સર્જાયો

પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા વાહન ચાલકો અટવાયા

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
ટ્રાફિક પોલીસની ગેરહાજરીના કારણે ચક્કાજામ સર્જાયો 1 - image

વડોદરા, બંદોબસ્તના રિહર્સલમાં જોડાયેલી  પોલીસના કારણે ટ્રાફિકના પોઇન્ટ  પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો  પડયો હતો.

આજે શહેરમાં અરૃણાચલ પ્રદેશના સી.એમ. આવ્યા હતા. તેમજ આવતી કાલે રાજ્યપાલ આવવાના  હોવાથી તેમના બંદોબસ્તનું રિહર્સલ રાખવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિક પોલીસનો સ્ટાફ રિહર્સલમાં વ્યસ્ત  હતો. અને શહેરના ટ્રાફિક પોઈન્ટ પર પોલીસની  ગેરહાજરીના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ હોવાછતાંય તેનો અમલ કેટલાક વાહન ચાલકો કરતા નહીં હોવાના કારણે ટ્રાફિક જામ થયો હતો. આવા જ દ્રશ્યો ટાવર ચાર રસ્તા પર પણ સર્જાયા હતા.


Google NewsGoogle News