ટુ વ્હિલરના 200 જેટલા નંબરો ઇ્ર્ંને માથે પડયાઃવેચાતા જ નથી

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ટુ વ્હિલરના 200 જેટલા નંબરો ઇ્ર્ંને માથે પડયાઃવેચાતા જ નથી 1 - image


ફોર વ્હિલરમાં પસંદગીના નંબરો માટે લાખોની બોલી પણ

૧૧,૧૧૧,૧૨૩,૯૯,૩૩૩ તથા ૯૯૯૯ જેવા ગોલ્ડન નંબરોના પણ ખરીદનાર મળતા નથીઃતંત્રના ચોપડે ૧૦ લાખની ખોટ

ગાંધીનગર :  આરટીઓ તંત્ર દ્વારા પસંદગીના નંબરોમાંથી વધારાની આવક રળવા માટે જો કોઇ વાહનમાલિકને પસંદગીનો નંબરો જોઇતો હોય તો તેના વધારાના રૃપિયા ચૂકવવા પડે છે આ ઉપરાંત ઘણા સારા નંબરોની બેઝ પ્રાઇઝ આરટીઓએ નક્કી કરી છે સાથે સાથે ગોલ્ડન-સિલ્વરની સાથે આ નંબરોની પણ હરાજી કરવામાં આવે છે પરંતુ ટુ વ્હિલરના માલિકોમાં વધારાના રૃપિયા ખર્ચીને પસંદગીના નંબરો લેવાનો ક્રેઝ ઘટી રહ્યો હોય તેમ છેલ્લા એક વર્ષમાં ૨૦૦ જેટલા નંબરો ગાંધીનગર આરટીઓને માથે પડયા છે અને તે વેચાતા જ નથી.

સરકારને સૌથી વધુ રૃપિયા રળી આપતા તંત્ર આરટીઓ દ્વારા વાહનોના પસંદગીના નંબરોની હરાજી કરીને પણ વધારાની આવક કરવામાં આવે છે. છેલ્લા ઘણા વષો કેટલાક નંબરોને ગોલ્ડન-સિલ્વર કેટેગરીમાં મુકીને તેની ઇ-હરાજી કરવામાં આવે છે. સમયજતા સીરીઝ બદલાય તો પણ જુની સીરીઝમાં પસંદગીના આ નંબરો વેચાયા ન હોય તો તેના બેઝ પ્રાઇઝ ભર્યા વગર અન્ય કોઇ વાહનમાલિકને તે આપવામાં આવતા નથી.

ટુ અને ફોર વ્હિલરના નંબરોની ૩૪૦૦થી લઇને ૪૦ હજાર સુધીની આ બેઝ પ્રાઇઝ રાખવામાં આવી છે.જેના કારણે હરાજીમાં નહીં વેચાયેલા નંબરો બેઝ પ્રાઇઝ આપીને પણ ટુ વ્હિલરમાલિકો ખરીદતા નથી. જેના કારણે ગાંધીનગર આરટીઓમાં નંબરોનો સતત ભરાવો થઇ રહ્યો છે. ટુ વ્હિલરની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં જીજે.૧૮.એફએ અને ઇએ સીરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર મળીને કુલ ૨૦૦ નંબરો વેચાયા નથી.

જેમાં ૩,૧૧, ૯૯,૧૧,૧૨૩, ૩૩૩ તથા ૯૯૯૯ નંબરોનો પણ સમાવેશ થાય છે. આવા નંબરો હરાજીમાં ટુ વ્હિલરના માલિકો ખરીદતા નથી તો બીજીબાજુ બેઝપ્રાઇઝ વધુ હોવાને કારણે ટુ વ્હિલરના માલિકોને આ નંબરોનો ભાવ પોસાતો નથી. જેના કારણે હાલની સ્થિતિએ લગભગ દસેક લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા આ ૨૦૦ જેટલા નંબરો ગાંધીનગર આરટીઓના માથે પડયા છે તેમ કહી શકાય.ઉલ્લેખનીય છે કે,ટુ વ્હિલરની સાપેક્ષમાં ફોર વ્હિલરના ભાવ ખુબ જ વધ્યા છે તેમ છતા ફોર વ્હિલરના માલિકોમાં પસંદગીના નંબરો રાખવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તેટલો ક્રેઝ ટુ વ્હિલરમાં નથી તે ગાંધીનગર આરટીઓના આ પેન્ડીંગ નંબરો ઉપરથી ખ્યાલ આવે છે.


Google NewsGoogle News