અભયમની ટીમ એક વર્ષમાં પાંચ હજાર પિડીત મહિલાઓના વ્હારે
સ્ત્રી ઉપર અત્યાચારના કિસ્સા ચિંતાજનકરીતે વધ્યાં
ગાંધીનગર જિલ્લામાં રોજ ૧૪ જેટલી મહિલાઓ '૧૮૧' ડાયલ કરી મદદ માંગવા મજબુરઃ૯૩૩ જેટલા કેસમાં સ્થળ પર સમાધાન
ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશને ઉપસ્થિત ૧૮૧ અભયમ
મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે આશીર્વાદરૃપ સાબિત થઈ છે મહિલા જ્યારે મુશ્કેલ
પરિસ્થિતિમાં મુકાય ત્યારે ૧૮૧ નંબર ડાયલ કરીને તાત્કાલિક અભયમ્ની મદદ લે છે. આ
હેલ્પ લાઈન ૨૪ કલાક મહિલાઓની મદદ માટે કાર્યરત છે. ગાંધીનગર જિલ્લાના છેલ્લા એક
વર્ષમાં ૧૮૧ અભયમને ૫,૦૧૭ કોલ
મળ્યા હતા. જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા, છેડતી,
સાઇબર ક્રાઇમ, મિલકત
બાબતે તેમજ આત્મહત્યાના બનાવો,
બાળ લગ્ન તેમજ લગ્ન બહારના સંબંધો,
જેવા અનેક પ્રકારના કેસ મળ્યા હતા. જેમાં જિલ્લાના ચારેય તાલુકામાં વિવિધ કેસ
બાબતે પહોંચી અભયમની ટીમે પીડિતા મહિલાઓને તાત્કાલિક મદદ
પહોંચાડી હતી. ૯૩૩ થી વધુ કેસમાં સ્થળ પર સમાધાન, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તેમજ યોગ્ય મદદ પુરી પાડવામાં આવી
હતી.ઉપરાંત અભયમ્ની ટીમ દ્વારા તૂટતાં પરિવાર પણ બચાવ્યા છે.
મહિલાઓ ઘરમાં જ સલામત નથી ઘરેલું હિંસાના સૌથી વધુ કોલ
મહિલાઓન મદદે દોડતી ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં છેલ્લા એક વર્ષ
દરમ્યાન ગાંધીનગર જિલ્લામાંથી કુલ પાંચ હજારથી વધુ કોલ્સ આવ્યા હતા જેમાં સૌથી વધુ
ઘરેલું હિંસા બાબતે પિડીત મહિલાઓ ૧૮૧ની મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. જે જોતા
એમ જરૃર કહી શકાય કે, સ્ત્રી
સશક્તિકરણની વાતો કરતા સમાજમાં મહિલાઓ પોતાના ઘરમાં જ સલામત રહી નથી. એક વર્ષમાં
કુલ ૬૬૩ ઘરેલું હિંસા બાબતે મહિલાઓએ કોલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ
ઉપરાંત પાડોશીના ઝગડાના ૮૬ કિસ્સામાં પણ અભયમ મદદે દોડી છે. તો હોમ વિહોણી ૪૧
મહિલાઓ તથા છેડતીનો ભોગ બનેલી ૧૯ મહિલાઓએ ૧૮૧માં કોલ કર્યો હતો.આ ઉપરાંત મિલકતોના
ભાવ વધી રહ્યા હોવાને કારણે પ્રોપર્ટી સંબંધિક કેસની સંખ્યા પણ વધી રહી છે.જ્યારે
હવે સાયબર ગઠિયાઓથી પિડીત મહિલાઓ પણ ૧૮૧ ને કોલ કરીને મદદ મેળવી રહી છે.