પતિ પત્ની ઔર વોહ: દિવાળીનાં તહેવારોમાં ફરવા ગયેલ દંપતી વચ્ચે ઝઘડો થતાં સમાધાન કરાવતી અભયમની ટીમ
Image Source: Twitter
વડોદરા, તા. 18 નવેમ્બર 2023 શનિવાર
અભયમ 181 ઉપર પરણિતા બહેનનો કોલ આવેલ કે, મારા લગ્નને 20 વર્ષ થયા છે. લવ મેરેજ કર્યા હતા અને સંતાનમાં 20 વર્ષનો દિકરો છે. દીવાળીનાં તહેવારોમાં અમે બહાર ફરવા ગયાં ત્યાં મારા પતિએ તેમની જ કંપનીમાં જોબ કરતી એક યુવતીને પણ લઈ જવા માટે વાત કરી હતી કે, તે મારી મિત્ર છે અને એકલી છે. એના છૂટાછેડા થઈ ગયા ગયાં છે. તો ફરવા આવશે ને એ યુવતી મારા પતિને કહે છે હું પણ જોડે આવીશ. એટલે મને શંકા થઇ. ત્યારબાદ ઘરે આવીને મે મારા પતિને પૂછ્યું કે એ યુવતી કેમ તમારાં પર હક કરે છે? તો પતિએ મને ઘણી વખત આ બાબતે વાત છૂપાવી છે અને લવ મેરેજ કર્યાં હોવાથી હું મારા પીયર વાત કરી શકું તેમ નથી. એ બાબતનો ફાયદો ઉઠાવીને મારા પતિ મને માનસિક ત્રાસ આપે છે. અમે બન્ને ઝઘડો કરીએ છે એની ખોટી અસર મારા દીકરા પર પડે છે. હાલ દિકરો અમારી સાથે વાત કરતો નથી. તે અમને કહે છે કે, મમ્મી-પાપા તમે બને ખરાબ છો. ડેડી સાથે આવુ કર્યુ એટ્લે મારો દીકરો ઘણાં સમયથી વાત કરવાનું બંધ કરી દીધુ છે. જેમાં હું મારી વ્યથા કોઈને કહી શકતી નથી. મારા સાસુ-સસરા મને ઇમોશન્સલ સપોર્ટ આપવો જોઈએ તે આપતા નથી. એટલે આખરે હું ઘરની બહાર નિકળી ગઇ છું. છેવટે 181ને આ વિષે જાણ થતાં તમારો આશરો લીધો છે. મને આત્મહત્યાનાં વિચારો આવે છે. મારા પતિ કહે છે એ યુવતી સાથે 1 વર્ષથી સબંધમાં છું એ મારી મિત્ર છે અને મૂવી પણ જોવા ગયો છું જે મારી ભૂલ છે. પણ કેટલીવાર હું સહન કરું એમ કહી બહેન ત્રાસી ગયાં હતા. 181ની મદદ લેતા ટીમે બેહેનને આશ્વાસન આપતાં કહ્યુ કે, અમે તમારી સાથે છીએ, તમારે ગભરવની જરૂર નથી. ટીમે તેમના પતિનું વ્યક્તિગત કાઉન્સિલિંગ કરી સમજવ્યા હતાં. દીકરા પર ખોટી અસર બાબતે સચેત કર્યાં અને અન્ય સ્ત્રીનાં કારણે તમે તમારો પરીવાર સંકટમાં નાખી રહ્યા છો તે યોગ્ય નથી. પત્નિને માનસિક ત્રાસ આપશો તો ઘરલું હિંસા અધિનિયમ હેઠળ ગુનો બની શકે છે. જે માટે કાયદાની જાણકારી આપતા તેમના પતિએ કહ્યુ, હું મારી પત્નિને બે હાથ જોડી શાશ્વતદંડવત્ પગે લાગી માફી માગું છું. મારી ભૂલ થઈ ગઈ છે એ મારી મિત્ર જ હતી હવે પછી હૂ મારી પત્નીને માનસિક ત્રાસ આપીશ નહી. જે બાબતે ટીમએ લેખિત લખાણ કરી બાહેદરી કરી પરીવારની જવાબદારી પતિની રહેશે તેમ જણાવેલ છે.