વડોદરાના સાવલીમાં વિધવા મહિલાને જેઠના ત્રાસમાંથી મુક્ત કરવતા અભયમના કર્મચારીઓ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
વડોદરાના સાવલીમાં વિધવા મહિલાને જેઠના ત્રાસમાંથી મુક્ત કરવતા અભયમના કર્મચારીઓ 1 - image

વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસેના ગામમાંથી એક વિધવા મહિલાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે તેમના જેઠ તેઓને શારિરીક માનસિક ત્રાસ આપે છે અને જાતીય સબંધ રાખવાં દબાણ કરે છે આ મુશ્કેલીમાંથી બચાવવાનું જણાવતાં અભયમ ટીમ પાદરા સ્થળ પર પહોંચી કહેવાતા જેઠને કાયદાની સમજ આપતા અને આ હરકત ગુનો બને તેની સજા થશે જેથી તેણે પોતાની ભુલ કબૂલી માફી માંગી હતી અને હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહી કરું. વિધવાને મળેલ મદદ બદલ અભયમ ટીમનો ખુબ આભર માન્યો હતો.

મળતી માહિતી મુજબ આઠ વર્ષ થી પતિનું અવસાન થતાં પોતાના એક બાળક સાથે મજૂરી કરી પોતાનુ જીવન વ્યતિત કરતા હતાં.પોતાની મોટી બહેન અને પોતે એકજ પરિવારમાં લગ્ન થયેલાં જેથી કહેવાતા જેઠ સાથે તેમના મોટી બેન સાથે અને પોતાના લગ્ન નાના ભાઈ સાથે કરવામાં આવ્યા હતા આમ પોતાના જેઠ તેમનાં સંબંધની દ્રષ્ટિએ બનેવી પણ થતાં હતા. એકલા રહેતા વિધવાને પોતાની સાથે શારિરીક સંબંધ રાખવાં દબાણ કરતા જેનો ઈનકાર કરતા તેઓએ બદચલન હોવાની ગામમાં અફવા ફેલાવી હતી.

અભયમ ટીમે જેઠને સમજાવેલ કે નાના ભાઈના અવસાન બાદ તેમના પરિવારને હૂફ આપવાને બદલે આ રીતે હેરાન કરો તે સમાજિક અપરાધ અને કાયદાકિય ગુનો બને છે. તેઓએ ખાત્રી આપેલ કે હવે પછી કોઈ હેરાનગતિ નહી કરુ અને વિધવા મહિલા પણ તેઓને સુધારવાની એક તક આપવા આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતાંનાં હોય લેખિતમાં ખાત્રી મેળવી સમાધાન કરવામાં આવ્યું હતુ.


Google NewsGoogle News