Get The App

વડોદરામાં વૃદ્ધાવસ્થાના કારણે ઘરનું સરનામું યાદ ન રાખી શકતી મહિલા ભૂલી પડી

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વૃદ્ધાવસ્થાના કારણે ઘરનું સરનામું યાદ ન રાખી શકતી મહિલા ભૂલી પડી 1 - image

વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

181 મહીલા હેલ્પ લાઇનમાં એક ત્રાહિત વ્યકિતએ કોલ કરી જણાવેલ કે, એક અજાણી વૃધ્ધાને મદદની જરૂર છે. જેથી અભયમ ટીમ બાપોદ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ જોતા વૃદ્ધાને આશ્રયની જરૂર હોવાથી મધર ટેરેસા સંસ્થામાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. 

માંજલપુર વિસ્તાર નજીકમાં આવેલા વત્સલ બ્રિજ નીચે સનપ્લાઝા પાસે એક વૃદ્ધ મહીલા મળી આવેલ છે. જે  ચાલી સકતા નથી અને તેમની ઉંમર લગભગ 95 વર્ષની આજુબાજુ જણાય છે. આસપાસની ભીડના કારણે વૃદ્ધ મહીલા ગભરાયેલા હોવાથી તેઓને સાંત્વના આપી ચા, નાસ્તો કરાવ્યો હતો. તેઓની સાથે શાંતિથી વાતચીત કરતા જાણી શકાયુ કે, તેઓ તેમની દીકરી સાથે રહેતા હતાં અને વારંવાર તેમની સાથે પહોચાડવા જણાવતાં હતાં. પરતું તેઓ સરનામું કે સમ્પર્ક નંબર જણાવી શકતાં ના હૉય તેઓને પરિવાર સુઘી પહોંચાડવામાં મૂશ્કેલી હતી. જેથી સેવાભાવી સંસ્થા મધર ટેરેસામાં આશ્રય અપાવવામાં આવેલ છે. વૃદ્ધ કે બાળકોના ખિસ્સા કે પાકીટમાં પરિવારનુ સરનામુ એક બે સંપર્ક નંબર રાખવાં જેથી આવા ભુલા પડેલને પરિવાર સુઘી પહોંચાડી શકાય. આ માટે પરિવારજનોને ખાસ કાળજી લેવા અભયમ તરફથી નિવેદન છે. મહિલાની કોઈને જાણકારી હૉય તો અભયમ અથવા મધર ટેરેસા સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયુ છે.


Google NewsGoogle News