Get The App

બે મહિનાથી અલગ રહેતા પતિએ પત્નીનો પીછો કરી મારપીટ કરતા અભયમ મદદે પહોંચી: આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
બે મહિનાથી અલગ રહેતા પતિએ પત્નીનો પીછો કરી મારપીટ કરતા અભયમ મદદે પહોંચી: આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો 1 - image

વડોદરા,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

વડોદરા શહેરના બસ ડેપો પરથી પીડીતા 181 હેલ્પ લાઈનમાં કોલ કરતા જણાવે છે કે, હું જોબ કરું છું અને બે મહિનાથી મારા પતિથી અલગ રહું છું. જોબ પરથી છૂટું એટલે મારા પતિ રોજ મારો પીછો કરે છે અને ઉભી રાખી મારામારી કરે છે. જેથી મને તમારી મદદની જરૂરત છે. જે સાંભળતાની સાથે પીડીતાબેને જણાવેલ સરનામે ટીમ પહોંચ્યા બાદ પીડીતાનું કાઉન્સલિંગ કરતા જાણવા મળે છે કે, રોજ પીડીતા જોડે ના જેવી બાબતને લઈ લડાઈ ઝઘડા કરી મારપીટ કરે અને પાંચ કિલો ચોખા લાવી આખો મહિનો ચલાવવા કહે છે. ઘર ચલાવવા પૈસા પણ આપતા ન હતા. મારો પગાર આવે તે બધો વાપરી કાઢે છે. મારું એટીએમ પણ એમને લઈ લીધું અને મને આપતા ન હતા. કપડાં ધોવો તો રોજ કેમ કપડાં ધોવે છે? એમ કરીને મારપીટ કરે છે. મે લગ્નને છૂટું કરવા વિચાર્યું ત્યારબાદ હું મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી હતી. નોકરી કરું છું તો રોજ મારો પતિ મારો પીછો કરી રસ્તા પર ઉભી રાખી ગાળા ગારી મારપીટ કરે છે.

પીડિતાના પતિનું કાઉન્સલિંગ કરી તેમને કાયદાકિય સમાજ આપી કે, પત્નીનો પીછો કરી આવી રીતે મારપીટ કરવીએ ગુનો બને છે. જેથી પતિએ પીડિતા પાસે માફી માગી અને જણાવે છે કે, ફરીથી આવું નહીં કરું. પીડિતા જણાવે છે કે, હવે મારે એને સબક શીખવાડવો છે. બીજી વાર આવું નહીં કરે એટલે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી છે. પીડિતાને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી હતી.


Google NewsGoogle News