યુવક દ્વારા અપહ્યત કરાયેલી સગીરા સુભાનપુરાની બાળકોની સંસ્થામાંથી ફરાર

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
યુવક દ્વારા અપહ્યત કરાયેલી સગીરા સુભાનપુરાની બાળકોની સંસ્થામાંથી ફરાર 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાની યુવક દ્વારા અપહ્યત કરાયેલી સગીરા સુભાનપુરાની સંસ્થામાંથી પણ ફરાર થઇ ગઇ હોવાનો કિસ્સો બનતાં ગોરવા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ગામમાં રહેતી સગીરાનું યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.જે બદલ તેના  પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને શોધી કાઢી કોર્ટના આદેશ મુજબ સુભાનપુરા વિસ્તારની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખી હતી.

ગઇ તા.૧૪મીએ રવિવારે હાઉસ કીપર સગીરાના  બેડરૃમમાં જમવાનું આપવા માટે ગઇ ત્યારે તે હાજર નહતી.જેથી સુપ્રિટેન્ડન્ટને જાણ કરાતાં તેમણે સીસીટીવી તપાસતાં સવારે ૫.૫૦ વાગે સગીરા સંસ્થાના કર્મચારીઓની નજર ચૂકવીને મેન ગેટ  કૂદીને ભાગી છૂટી હોવાનું જણાઇ આવ્યું હતું.

સગીરાની શોધખોળ કરવા છતાં પત્તો નહિં લાગતાં આખરે મહિલા સુપ્રિટેન્ડન્ટે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ કિરિટ લાઠિયાએ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News