Get The App

દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના દેખાવો: પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના દેખાવો: પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત 1 - image


વડોદરા, તા. 23 માર્ચ 2024 શનિવાર

દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કેજરીવાલ ની ધરપકડના વિરોધમાં આજે વડોદરા ના કાર્યકર્તાઓએ વીર ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિરોધ કરવા જતા આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી સહિત કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તે સમયે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા

તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ની ધરપકડ ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એ કરી હતી જેનો વિરોધ શરૂ થયો છે જેના ભાગરૂપે વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે સવારે ન્યાય મંદિર વીર ભગતસિંહ ની પ્રતિમા ખાતે પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કેજરીવાલ ની ધરપકડ નો વિરોધ કરતા સૂત્રોચાર શરૂ કરતાની સાથે જ પોલીસે તેઓની અટકાયત કરી હતી તે સમયે પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા કેટલાક કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી પોલીસે વાનમાં બેસાડ્યા હતા.

આ અંગે આમ આદમી પાર્ટીના અગ્રણીએ કેન્દ્ર સરકારની એજન્સીઓના દૂર ઉપયોગ અંગે આક્ષેપ કરી જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી પ્રજા લક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ જગ્યાએ પ્રચારમાં જઈ શકે નહીં તેવી નીતિ અપનાવી તેઓની ધરપકડ કરવા ની કાર્યવાહી કરી છે તે અયોગ્ય છે.


Google NewsGoogle News