સમા કેનાલ પર સોલાર ધોવાનું કામ કરતો યુવક કેનાલમાં ખાબક્યા બાદ લાપતા
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી કેનલ પર સોલાર પેનલ ધોવાનું કામ કરતો શ્રમજીવી યુવક કેનાલમાં ખાબકતા લાપતા થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સમા વિસ્તારમાં રહેતો ચંદ્રેશ અગ્રવાલ નામનો 31 વર્ષીય યુવક સામા છાણી કેનાલ પર આવેલી સોલાર પેન્ડલ ને ધોવાનું કામ સાત વર્ષથી કરતો હતો.
ગઈકાલે રાત્રે તે પેનલ ધોવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન એક પેનલ તૂટતા તે નીચે પાણીમાં ખાબક્યો હોવાની માહિતી મળી છે. મોડી રાત સુધી યુવક ઘરે નહી આવતા તેના પરિવારજનો શોધમાં લાગ્યા હતા.
બનાવ અંગે સમા પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ ની ટીપી 13 ની ટીમ દ્વારા રાત્રે શોધખોળ કર્યા બાદ આજે સવારથી ફરીથી શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી તેનો પત્તો લાગ્યો નથી. આ દરમિયાન સોલર પેનલના મેન્ટેનન્સ ના મુદ્દે પણ સવાલો ઉભા થયા છે.