Get The App

બાઈકના હપ્તા ભરવા માટે ATM તોડવાનો પ્રયાસ કરનાર યુવક પકડાયો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
બાઈકના હપ્તા ભરવા માટે ATM તોડવાનો પ્રયાસ કરનાર યુવક પકડાયો 1 - image

Bank ATM Crime Vadodara : વડોદરાનો વાઘોડિયા રોડ વિસ્તારમાં એટીએમ તોડવાના થયેલા પ્રયાસ અંગેના બનાવમાં પોલીસે એક યુવકને ઝડપી પાડ્યો છે.

વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMમાંથી રૂપિયા ઉપાડી લેવા માટે એટીએમના વાયર, લોક તેમજ અન્ય સાધને નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે બેંકના મેનેજરએ પોલીસ ફરિયાદ કરી હતી.

આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ મોટરસાયકલ નંબરના આધારે તપાસ કરતા એટીએમ તોડવા આવેલા યુવકની ઓળખ થઈ હતી. 

પોલીસે રમેશભાઈ મેલસીંગ માળી (સાઈનાથ નગર, ગાજરાવાડી) ને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે છ મહિના પહેલા ખરીદેલી મોટરસાયકલના હપ્તા ભરવા માટે રૂપિયા નહીં હોવાથી મોટો હાથ મારવાના ઇરાદે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. પરંતુ જે મોટરસાયકલ માટે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો તે જ બાઈકના નંબર ઉપરથી તે પકડાઈ ગયો હતો.


Google NewsGoogle News