વડોદરામાંથી નોકરી પર જવા-આવવા માટે મોટરસાયકલ ચોરનાર યુવક પકડાયો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
વડોદરામાંથી નોકરી પર જવા-આવવા માટે મોટરસાયકલ ચોરનાર યુવક પકડાયો 1 - image

વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા ગોરવા વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રે ચોરીની મોટરસાયકલ લઇ ફરતા એક યુવકને ઝડપી પાડ્યો હતો.

શહેર પોલીસ દ્વારા રોજે રોજ રાત્રે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન ગોરવા વિસ્તારમાં મધુનગર થી બાપુની દરગાહ તરફ જવાના રસ્તા પર પોલીસે એક યુવકને અટકાવી મોટરસાયકલના કાગળ માંગતા તેની પાસે એક કાગળ મળી આવ્યા ન હતા. પૂછપરછ દરમિયાન તેનું નામ સુમિત સોમાભાઈ પટેલ (પંચાલ સોસાયટી, આજવા રોડ મૂળ મહાપુર, મહીસાગર) હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે વાહનના નંબર ઉપરથી તપાસ કરતા આ મોટરસાયકલ પાંચેક દિવસ પહેલા વાઘોડિયા રોડના પરિવાર ચાર રસ્તા પાસે આવેલી વિનોદ વાટિકા સોસાયટીમાંથી ચોરાઈ હોવાની વિગતો બહાર આવી હતી. પ્રાથમિક તપાસમાં નોકરી કરતા યુવકે પોતાના ઉપયોગ માટે મોટરસાયકલ ચોરી હોવાની વિગતો જાણવા મળી છે.


Google NewsGoogle News