ન્યુ વીઆઇપીરોડ વિસ્તારમાં રિક્ષામાંથી કૂદીને ભાગેલા યુવકને આંતરી ટોળાંનો ખૂની હુમલો

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ન્યુ વીઆઇપીરોડ વિસ્તારમાં  રિક્ષામાંથી કૂદીને ભાગેલા યુવકને આંતરી ટોળાંનો ખૂની હુમલો 1 - image

વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ પર જૂની અદાવતને કારણે એક યુવક પર સશસ્ત્ર હુમલાખોરોએ ખૂની હુમલો કરતાં હરણી પોલીસે ૧૨ જણા સામે ગુનો નોંધ્યો છે.

ન્યુ વીઆઇપી રોડ પર વ્હઇટ વુડાના મકાનમાં રહેતા નગીન કાન્તિભાઇ દંતાણીએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે સાડા દસેક વાગે હું ઉછીની રકમ પરત કરવા માટે રિક્ષામાં જઇ રહ્યો હતો ત્યારે પાંજરાપોળ રોડ પર બનારસી પાનની સામે સુરેશ બાબુભાઇ દેવીપૂજક,દિનેશ બાબુભાઇ,કિશન હરખાભાઇ,અર્જુન કિશનભાઇ અને સંજય રસિકભાઇ પાઇપ,લાકડી અને પાવડાના હાથા જેવા મારક સાધનો સાથે રિક્ષાની સામે આવ્યા હતા.

જેથી હું કુદીને ભાગવા જતાં કાળુ ગોપાલભાઇ,સનીભાઇ, લાલા ભાઇ,બાબુ હરખાભાઇ તેમજ ત્રણ મહિલાઓ પણ દોડી આવ્યા હતા.આ વખતે દિનેશે મારા માથામાં પાઇપનો ફટકો મારતાં હું પડી ગયો હતો.ત્યાર બાદ હુમલાખોરો મારા પર તૂટી પડયા હતા.

નગીન દંતાણીએ પોલીસને કહ્યું છે કે, લોકો ભેગા થતાં હુમલો કરનારા ભાગી ગયા હતા.આ વખતે મારી પાસેના રોકડા રૃ.૫૫ હજાર અને મોબાઇલ ગૂમ થઇ ગયા હતા.જેથી હરણી ત્રણ મહિલાઓ સહિત ૧૨ જણા સામે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News