પાડાને જોઈને યુવાન ભાગ્યો : પાડાએ પાછળ દોડીને ભેટી મારતા યુવાનને ગંભીર ઈજા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
પાડાને જોઈને યુવાન ભાગ્યો : પાડાએ પાછળ દોડીને ભેટી મારતા યુવાનને ગંભીર ઈજા 1 - image

image : Socialmedia

Vadodara News : વડોદરામાં ડભોઇ તાલુકાના આસોદરા ગામે તળાવ ફળિયામાં રહેતા રાવજીભાઈ છગનભાઈ તડવી ઉંમર વર્ષ 42 સાંજે ગામની સીમમાં રફિકભાઈના ખેતર પાસેથી પસાર થતા હતા. ત્યારે કાળા રંગના એક પાડાને જોઈને તેઓ નાસવા જતાં પાડો તેમની પાછળ ભાગ્યો હતો અને રાવજીભાઈના થાપા ઉપર પાછળથી દોડી આવીને ભેટી મારી ઊંચકીને ફેંકી દેતા રાવજીભાઈને છાપામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રાવજીભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.



Google NewsGoogle News