પ્રતિબંધિત સિગારેટના પેકેટ સાથે યુવાન ઝડપાયો

આરોપી પાસેથી એક ઇ સિગારેટ પણ મળી આવી

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
પ્રતિબંધિત સિગારેટના પેકેટ  સાથે યુવાન ઝડપાયો 1 - image

વડોદરા,આરોગ્ય વિષયક  ચેતવણી વગરના ચિત્રો વગરની સિગારેટ સાથે ફરતા યુવાનને કારેલીબાગ  પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારેલીબાગ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી માહિતીના આધારે  કારેલીબાગ જાગૃતિ સોસાયટીના નાકા પાસેથી પસાર થતા મોહસીનખાન સિકંદરખાન પઠાણ ( રહે. અલકબીર એપાર્ટમેન્ટ, હાથીખાના)ને  પ્રતિબંધિત સિગારેટના ચાર પેકેટ તથા એક ઇ સિગારેટ સાથે ઝડપી પાડયો હતો.આરોપી પાસેથી મળેલી સિગારેટના ચાર પેકેટ પર કોઇ ચિત્રાત્મક ચેતવણી દર્શાવી નહતી. આરોપી ક્યાંથી સિગારેટ લાવ્યો હતો ? કોને આપવા જતો હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News