આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાયો
મોબાઇલમાંથી બે આઇ.ડી. મળી આવી : હાર જીતનો હિસાબ પણ મળ્યો
વડોદરા,આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમાડતા આરોપીને નવાપુરા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે મોબાઇલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવાપુરા પોલીસને માહિતી મળી હતી કે, પથ્થર ગેટ પોલીસ ચોકીની પાસે રાવળ મહોલ્લામાં રહેતો વિજય દિનેશભાઇ ઠાકોર રાવળ મહોલ્લાના નાકા પાસે બેઠો છે. હાલમાં રમાઇ રહેલી આઇ.પી.એલ. ટ્વેન્ટી - ટ્વેન્ટી મેચ પર મોબાઇલમાં ઓનલાઇન એપ્લિકેશન પર સટ્ટો રમી રહ્યો છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને ચેક કરતા વિજય ઠાકોર મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવા માટેની બે આઇ.ડી. મળી આવી હતી. તેણે રમેલા સટ્ટાનું સ્ટેટમેન્ટ ચેક કરતા તા.૨૨ મી માર્ચથી તા.૨૭ મી માર્ચ દરમિયાન રમેલા સટ્ટાનો હિસાબ મળી આવ્યો હતો. તેણે આઇ.ડી. કોની પાસેથી મેળવી અને કેટલા રૃપિયામાં મેળવી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.