વડોદરાના કારેલીબાગમાં રાત્રિ બજારની પાછળ પથ્થરો વડે યુવક પર હુમલો

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
વડોદરાના કારેલીબાગમાં રાત્રિ બજારની પાછળ પથ્થરો વડે યુવક પર હુમલો 1 - image

વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારની પાછળ પથ્થર અને રોડ વડે સમા વિસ્તારના યુવક પર અગાઉની અદાવતે હુમલો કરવામાં આવ્યો હતો.

 મળતી વિગત અનુસાર સમા વિસ્તારના અભિલાષા ચાર રસ્તા પાસે આવેલા અમને નગરમાં રહેતા આદિત્ય પુરોહિતને કારેલીબાગ રાત્રિ બજારની પાછળ પથ્થર અને રોડ વડે 10 વ્યક્તિએ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફતેગંજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News