mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુલાબપુરા ગામ પાસે બુલેટ અને કાર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

Updated: Jun 2nd, 2024

ગુલાબપુરા ગામ પાસે બુલેટ અને કાર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત 1 - image


બોરુ ગામના ત્રણ યુવકો માણસા તરફ આવતાં હતા ત્યારે અકસ્માત નડયો

માણસા :  માણસા પાસેના બોરૃ ગામના ત્રણ યુવકો ગઈકાલે રાત્રે બુલેટ લઈ માણસા તરફ આવી રહ્યા હતા ત્યારે ગુલાબપુરા ગામ નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલ એક કાર ચાલકે ટક્કર મારતા બુલેટ સવાર ત્રણેય યુવકો નીચે પટકાયા હતા જેમાં ચાલક ને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું તો બે યુવકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત બાદ કારનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો જે બાબતે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના બોરું  ગામે સેમમાવાસમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો ૨૬ વર્ષીય યોગેશ બળદેવભાઈ સેનમા ગઈકાલે રાત્રે તેના મિત્રો અનિલ કાળાભાઈ સેનમા અને રણજીત બાબુભાઈ સેનમા એમ ત્રણ જણા માણસા સિવિલ હોસ્પિટલ ખાતે તેના સંબંધીની ખબર કાઢવા માટે બોરુ ગામથી અનિલનું બુલેટ લઈને આવી રહ્યા હતા અને તે સમયે બુલેટ અનિલ ચલાવતો હતો અને આ યુવકો જ્યારે માણસા તરફ આવી રહ્યા હતા ત્યારે ગુલાબપુરા ગામ નજીક આવેલી ડમ્પીંગ સાઈડ પાસે પહોંચ્યા તે વખતે સામેથી આવી રહેલ એક બ્રેઝા કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવી રહેલ બુલેટને ટક્કર મારતા ત્રણેય યુવકો નીચે પટકાયા હતા જેમાં બુલેટ ચાલક અનિલને ગંભીર ઇજાઓ થવા પામી હતી તો આ વખતે અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને પ્રથમ માણસા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા જ્યાંથી યોગેશ તથા રણજીત ને વધુ સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા તો ગંભીર ઇજાગ્રસ્ત અનિલ નું મોત થયું હતું જે બાબતે ઇજાગ્રસ્ત યોગેશ બળદેવભાઈ સેનમાએ અકસ્માત સર્જી ભાગી છૂટનાર કાર ચાલક વિરુદ્ધ  માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat