ખંડણી અને ધમકીના કેસમાં પકડાયેલા યુવકે ઝેરી દવા ગટગટાવી

કથિત સ્યુસાઇડ નોટના હસ્તાક્ષરની પણ તપાસ કરવામાં આવશે

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News

 ખંડણી અને ધમકીના કેસમાં પકડાયેલા યુવકે ઝેરી દવા ગટગટાવી 1 - imageવડોદરા,મહિલા પાસે ખંડણી ઉઘરાવવાના કેસમાં પકડાયેલા યુવકે ગઇકાલે જંતુનાશક દવા  પીને આપઘાતની કોશિશ કરતા તેને સયાજી હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક સ્યુસાઇડ નોટ પણ મળી આવતા  પોલીસ તે કબજે લઇ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ પાસે તપાસ કરાવશે.

જાંબુવા વિસ્તારમાં જુગારનો ધંધો કરતી મહિલા પાસે પૈસા ઉઘરાવી તેનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ કરવાના કેસમાં મકરપુરા પોલીસે અક્ષય સોલંકીની ધરપકડ કરી હતી.તે કેસમાં જામીન પર છૂટયા  પછી ફરીથી તેણે મહિલાના  પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જ્યારે મહિલાએ કરેલી ફરિયાદ પાછળ આશિષ બારોટ નામના વિઝા કન્સલ્ટન્ટનો  હાથ  હોવાની શંકા રાખી તેને  પણ ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ગુનો દાખલ થયો હતો. ઉપરાછાપરી ફરિયાદો દાખલ થયા પછી ગઇકાલે અક્ષય સોલંકી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. જ્યાં  એવી  હિસ્ટ્રી જણાવવામાં આવી  હતી કે,  ફરિયાદી મહિલા ખોટા આક્ષેપો કરે છે. અને પોલીસ પણ યોગ્ય તપાસ કરતી નથી. એટલે જંતુનાશક દવા પી લીધી છે.

જે અંગે મકરપુરા  પોલીસ સ્ટેશનના પોલીસ જવાન દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. આ કેસમાં એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસ દ્વારા આ સ્યુસાઇડ નોટના હસ્તાક્ષરની તપાસ કરવામાં આવશે. જેથી, આ નોટ અક્ષયે જ લખી છે કે, નહીં તે જાણી શકાય. દરમિયાન પોલીસે આજે તેનું ડીડી લેવડાવ્યું છે. અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News